Saturday, 29 June 2019

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્ય સરકારને પાછળ રાખી મેળવ્યું AA+રેટિંગ Ahmedabad 942649770 /079-40099917

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્ય સરકારને પાછળ રાખી મેળવ્યું AA+રેટિંગ


અમદાવાદ : ક્રિસીલ ક્રેડીટ રેટિંગ એજન્સી દ્રારા દર વર્ષે સંસ્થાઓની આર્થિક મૂલ્યાંકન આંકવામાં આવે છે. આ વર્ષે સેબીની ગાઇડલાઇન મુજબ કોઇ પણ સંસ્થાની આર્થિક સ્થિતિનુ મુલ્યાંકન કરતી ક્રિસિલ પાસે ક્રેડિટ રેટિંગ મેળવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાજી મારી છે. અ.મ્યુ.કો.ને  આ નાણાકીય વર્ષ 2018-19 માટે ડબલએ પ્લસ (AA+) રેટિંગ પ્રાપ્ત થયું છે. જ્યારે ગુજરાત રાજ્ય સરકારને ડબલ એ રેટિંગ હાંસલ કર્યું છે. એટલે કે, અ.મ્યુ.કો.એ ગુજરાત સરકારને નાણાકીય શિસ્ત, સુધારા અને સબળ આર્થિક સ્થિતિનાં મામલે પાછળ રાખી દીધું છે.


રેન્કિંગ ઉંચુ જતાં જાન્યુઆરીમાં બહાર પડનારા ૨૦૦ કરોડના ટેક્સેબલ બોન્ડ ઇસ્યુમાં પણ વ્યાજનું ભારણ ઘટતા ૨૦ કરોડ જેટલો ફાયદો થશે તેમ માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વસુલી દરમ્યાન આવકમાં થયેલો ૨૮ ટકાનો વધારો, ઓનલાઇન પેમેન્ટની બાબતને મળી રહેલો આવકાર, ૧૦૦ ટકા એલઇડી અને વિન્ડ મીલ પ્રોજેક્ટથી વીજળીના બિલમાં કરેલી મોટી બચત, જુદી જુદી લોન ભરી દેવાથી વ્યાજના ખર્ચમાં થયેલો ૧૩૫ કરોડનો ઘટાડો, ટેક્સ સિવાયની આવક વધારવા કરેલા પ્રયાસોને સફળતા તેમજ જુદી જુદી બેન્કોમાં પડેલી ૧૧૫૦ કરોડથી પણ વધુ રકમની ફિક્સ ડિપોઝીટને કારણે મ્યુનિ.ની મજબૂત થયેલી આર્થિક સદ્ધરતાના સંદર્ભમાં ઉંચુ રેન્કિંગ મળ્યું છે, છ જ મહિનામાં બે વખત રેન્કિંગ મળ્યું છે.


સૌપ્રથમવાર વર્ષ ૧૯૯૮માં અ.મ્યુ.કો. દ્વારા ૧૦૦ કરોડનાં બોન્ડ બહાર પાડવામાં આવ્યાં ત્યારે ક્રેડિટ રેટિંગ એએ(એસઓ) મળ્યું હતું. ત્યારબાદ ૨૦૦૨, ૨૦૦૪-૦૫માં વિકાસકામો માટે બોન્ડ ઇસ્યૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે સેબીની ગાઇડલાઇન મુજબ કોઇ પણ સંસ્થાની આર્થિક સ્થિતિનુ મુલ્યાંકન કરતી ક્રિસિલ પાસે ક્રેડિટ રેટિંગ મેળવવામાં આવ્યું હતું. છેલ્લે ૨૦૧૭ માર્ચ એપ્રિલમાં ક્રેડિટ રેટિંગ એએ(માઇનસ) થઇ ગયું હતું. ત્યારબાદ ફરી સુધારાલક્ષી પગલા લેવાયાં ત્યારે એએ(સ્ટેબલ) ક્રેડિટ રેટિંગ પ્રાપ્ત થયું હતું.


એકંદરે નાણાકીય શિસ્ત, સ્થિતિ અને નાણાકીય સુધારાનાં અમલીકરણનાં મામલે મ્યુનિ.ની કામગીરી પ્રશંસનીય હોવાથી ક્રિસિલ તરફથી એએ(પ્લસ) રેટિંગ પ્રાપ્ત થયું છે, તેની સામે ગુજરાત સરકારને હજુ પણ એએ(સ્ટેબલ) રેટિંગ મળેલુ છે. તેનો મતલબ એવો થયો કે, અમદાવાદ મ્યુનિ. રાજ્ય સરકાર કરતા એક ડગલું આગળ નીકળી ગયુ છે.


મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા તથા નાણાં ખાતાનો હવાલો સંભાળતાં ડે. કમિશનર આર્જવ શાહે જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોથી મ્યુનિ.ની નાણાકીય સ્થિતિ સુધારવાની દિશામાં છે તેમજ મ્યુનિસિપલ સેવાઓને સસ્ટેઇનેબલ બનાવવા માટે જે પગલા લેવાયાં છે તેના કારણે દેશભરમાં એકમાત્ર પૂના કોર્પોરેશન બાદ અમદાવાદ મહાનગરપાલિકાને જ ક્રિસિલ રેટિંગ એજન્સી દ્વારા એએ(પ્લસ) રેટિંગ આપવામાં આવ્યું છે.” મ્યુ.નું ક્રેડિટ રેટિંગ સુધરવાનાં કારણે અમદાવાદ મ્યુનિ.ની શાખમાં વધારો થયો છે અને તેનો સીધો ફાયદો મ્યુનિ.નાં આગામી ૨૦૦ કરોડનાં બોન્ડમાં વ્યાજદરમાં થવાની ધારણા છે તેમ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.

મ્યુનિ.નું ૨૦૧૭-૧૮નું કમિશ્નરે મૂકેલું બજેટ ૬૫૦૦ કરોડનું હતું જેમાં ૪૯૦ કરોડના વધારા સાથે સત્તાધારી પક્ષે ૬૯૯૦ કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. દરમ્યાનમાં વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટની તૈયારીઓ મ્યુનિ.માં ધમધોકાર ચાલુ થઈ ગઈ છે. મિટિંગનો દોર શરૂ થઈ ગયો છે. વિગતો મગાવવામાં આવી રહી છે. જો કે, ગયા વર્ષના બજેટ વખતે જાહેર કરેલી અનેક યોજનાઓની હજુ પહેલી ઇંટ પણ મુકાઈ નથી. 


દરમ્યાનમાં નવું બજેટ ૬૦૦થી ૮૦૦ કરોડના વધારા સાથે મંજૂર થશે તેમ માનવામાં આવે છે. ફેબુ્રઆરીની ૨૦મી તારીખ સુધીમાં બજેટ મંજૂર કરીને સરકારમાં મોકલી દેવાનું હોવાથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મ્યુનિ.ની આર્થિક સ્થિતિ જોતાં જો વ્યવસ્થિત આયોજન કરવામાં આવે અને લાંબી લચ ટેન્ડર પ્રક્રિયાને થોડી ટૂંકી કરાય તો રોડ, ગટર, પાણીના પ્રશ્નો ઝડપથી ઉકલી શકે તેમ છે. કેમ કે નાણાં નથી તેવું હવે કોઈ કહી શકે તેમ નથી


તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે

  1. Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
  2. નોટરી / સોગંદનામું
  3. જન્મ પ્રમાણપત્ર
  4. લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
  5. પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
  6. નામ ટ્રાન્સફર વીજળી , મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
  7. પાન કાર્ડ નવા / કરેક્શન
  8. gst return filing (through C A)
  9. આવકવેરા રીટર્ન
  10. કાનૂની દસ્તાવેજો સુધારાઓ
  11. મની લોન્ડરિંગ લાયસન્સ
  12. આરોગ્ય લાઇસન્સ
  13. વ્યાવસાયિક કર
  14. નિકાસ આયાત લાઈસન્સ
  15. ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
  16. મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
  17. વેચાણ કરાર, વેચાણ ખત
અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો
સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ

Office:
VERITAS THE TEAM
127,Sahajanand Park
Nr Swaminarayan Temple
Shahibaug Ahmedabad 380004
Ph: 079-40099917,9426497770
Mail :veritas.smeet@gmail.com
www.veritastheteam.com





No comments:

Post a Comment