ગીરોવાળી મિલકતમાંથી ખૂબ લાંબા સમય બાદ પણ ગીરો મૂકનાર કે તેના વારસોનો હક નષ્ટ થતો નથી
ઘણી વાર આપણને નાણાકીય ભીડને કારણે યા અન્ય કોઈ કારણોસર નાણાંની આકસ્મિક જરૂરિયાત ઉપસ્થિત થતી હોય છે અને આ સંજોગોમાં ઘણી વાર આપણે આપણું મકાન યા દરદાગીના જેવા સ્થાવર યા જંગમ મિલકતો ગીરો મૂકીને નાણાં મેળવી આપણી જરૂરિયાત પૂરી કરતા હોય છે. મિલકત તબદીલી અધિનિયમની કલમ-૫૮ મુજબ ગીરો એટલે લોન તરીકે ધીરેલી યા ધીરવાની રકમ, વિદ્યમાન કે ભવિષ્યનું દેવું અથવા કોઈ નાણાકીય જવાબદારી પૂરી કરે એવા વચનબંધનના પાલન માટે ર્નિિદષ્ટ સ્થાવર મિલકતમાંના હિતની તબદીલીને ગીરો તરીકે ઓળખવામાં આવે છે. તબદીલી કરનાર ગીરો મૂકનાર કહેવાય અને તબદીલીથી મેળવનાર ગીરોદાર તરીકે ઓળખાય છે. જે મુદ્દલ રકમ અને વ્યાજની ચુકવણી તે સમયે સુનિશ્ચિત કરી આપવામાં આવી હોય તે ગીરોની રકમ કહેવાય અને આ રીતે કોઈ લખાણથી તબદીલી કરી આપવામાં આવી હોય તો તે ગીરોખત કહેવાય. આમ દેવાની જામીનગીરી તરીકે લેણદાર વ્યક્તિની સ્થાવર મિલકતમાંનું કોઈ હિત જ્યારે લેણદારને આપવામાં આવે ત્યારે તેવા વ્યવહારને ગીરો કહેવાય છે.
જ્યારે કોઈ મિલકતના માલિકે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી નાણાંની રકમ સ્વીકારેલ હોય તેના બદલામાં પોતાની મિલકત ગીરો મૂકેલ હોય અને તે મિલકતનો કબજો પણ નાણાં આપનારને તેના માલિકે સુપરત કરી દીધેલ હોય ત્યારે આ પ્રકારનો વ્યવહાર કબજા ગીરો પ્રકારનો વ્યવહાર ગણાય. કબજા ગીરોના વ્યવહારમાં કોઈ લિમિટેશનનો બાધ આવતો નથી. ગીરો મૂકનાર કે તેના વારસો યાને મિલકતના માલિકો અનુકૂળ સમયે ગીરો છોડાવવા માટે મોર્ગેજી યાને લેણદારની સામે દાવો કરી શકે છે. ભલેને મોર્ગેજી યાને નાણાં આપનાર ત્યાં સુધી તે મિલકતનો કબજો ભોગવતો હોય. આ રીતે મોર્ગેજી યાને ગીરો રાખનાર ગીરોવાળી મિલકતનો કબજો, ભોગવટો ઘણા લાંબા સમયથી ધરાવતા હોવા છતાં પણ ગીરો મૂકનાર કે તેના વારસો યાને માલિકોનો મિલકતમાંથી હક નષ્ટ થઈ જતો નથી. આવો સિદ્ધાંત નામદાર સુપ્રીમ કોર્ટે હરબંસ વિ. ઓમપ્રકાશ અને બીજા, સિવિલ અપીલ નં. ૬૫૮૦/ ૧૯૯૯ના કેસમાં પ્રસ્થાપિત કરેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
ભીરા નામની વ્યક્તિ પોતાની માલિકીની જમીન ધરાવતા હતા અને તેઓને નાણાંની જરૂર પડતા તેઓએ પોતાની જમીન પ્રેમ અને લખપતના બાપદાદાને કબજા ગીરોથી સોંપી દીધેલી. ત્યાર બાદ તેઓ ૧૦૦ વર્ષના સમયગાળાથી આ જમીનનો કબજો ગીરો ધરાવતા આવેલા હતા. તે દરમિયાન જમીનના મૂળ માલિક ભીરા કે તેમના વારસદારોએ આ જમીન છોડાવવા માટે યાને ગીરો મુક્ત કરવા માટેની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. વધુમાં તે અંગેનો ૬૦ વર્ષની સમયમર્યાદા પણ પૂરી થઈ ગયેલ હતી. આ તમામ કારણોસર ગીરો રાખનાર લખપત વગેરેનાઓએ નામદાર સિવિલ કોર્ટ સમક્ષ એવો દાવો દાખલ કરેલ કે, ગીરો રાખ્યા બાદ ૬૦ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયેલ હોવાથી તેમજ જમીનના માલિક અને તેના વારસદારોની સામે એડવર્સયઝેશનથી (વિરુદ્ધ કબજાથી) પણ ગીરો રાખનારાઓ અને તેના વારસદારો આ જમીનના મોર્ગેજી મટીને તેના માલિક બની ગયેલ છે અને હવે જમીનના મૂળ માલિકોને આ જમીનમાં હવે કોઈ માલિકી હક રહેલ નથી તેવી જાહેરાતનો તેમજ તેમના કબજા, ભોગવટામાં હરકત-અંતરાય કરે- કરાવે નહીં તે મુજબનો મનાઈ હુકમ મેળવવા દાવો કરવામાં આવેલો. જે કામમાં પ્રતિવાદી નં. ૧ દ્વારા એવી તકરાર ઉપસ્થિત કરવામાં આવેલ કે દાવામાં મોર્ગેજની કોઈ વિગત દર્શાવવામાં આવેલ નથી તેમજ ગીરોની રકમ રૂ. ૯૦૦ વાદીને આપીને મિલકત છોડાવી લીધેલ હોવાથી દાવો ટકવા પાત્ર નથી અને રદ થવા પાત્ર છે. જેમાં નામદાર સિવિલ કોર્ટ /ટ્રાયલ કોર્ટે ગીરો રાખનારાઓની તરફેણમાં હુકમનામું કરી આપેલું. જેનાથી નારાજ થઈ સેશન્સ જજ સાહેબ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવેલી જે અપીલ મંજૂર કરી એપેલેટ કોર્ટે ઠરાવેલ કે, આ પ્રકારનો વ્યવહાર કબજા ગીરોનો વ્યવહાર હોવાથી તેને લિમિટેશનનો બાધ નડતો નથી અને ગીરો રાખનારાઓ આ રીતે માલિક બનેલ નથી. મજકુર હુકમથી નારાજ થઈ નામદાર હાઈકોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવેલી જેને નામદાર હાઈકોર્ટે નામંજૂર કરી ઠરાવેલ કે, ગીરો મૂકેલ મિલકતને છોડાવવા માટે પક્ષકારો વચ્ચે સમયમર્યાદા અંગે કોઈ કરાર થયલ ન હતો. આથી જમીનના માલિકોનો ગીરો છોડાવવાનો હક નષ્ટ થઈ જતો નથી. નામદાર હાઈકોર્ટના હુકમથી નારાજ થઈને ગીરો રાખનારાઓને નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરેલી. જેમાં નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ કે, ’’Once a mortgage always a mortgage.‘‘ મોર્ગેજર કબજા ગીરોની સમયમર્યાદા નિશ્ચિત થયેલ હોય તેમ છતાં પણ તેવી સમયમર્યાદા પૂરી થઈ ન હોવા છતાં ગીરો છોડાવવા માટેની કાર્યવાહી કરી શકે છે. લાંબો સમય એ ’’clog on Equity of Redemption‘‘ ગણાવવાથી મોર્ગેજરે ગીરો છોડાવવા અંગેની કાર્યવાહી કરેલ નથી અને ૬૦ વર્ષની સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે તેવા કારણોસર મોર્ગેજી મિલકતના માલિક બની જતા નથી અને ગીરોવાળી મિલકતમાંથી તેના માલિકોનો કે તેના વારસદારોનો હક નષ્ટ થઈ જતો નથી કે સમાપ્ત થઈ જતો નથી તેમ ઠરાવી ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ-૬૦-૬૨ના પ્રબંધો ’’Contract ot the contrary‘‘ નથી. આથી મોર્ગેજર કાયદેસરની કાર્યવાહી કર્યા વિના મોર્ગેજી યાને ગીરો રાખનારના કબજા, ભોગવટામાં હરકત-અંતરાય કરે-કરાવે નહીં તે મુજબનો હુકમ નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલો.
ઉપરોક્ત કેસની હકીકત અને કાયદાની પરિસ્થિતિ જોતાં સ્પષ્ટ થાય છે કે, ગીરો રાખેલી મિલકત અંગે લાંબા સમય સુધી ગીરો છોડાવવા અંગેની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ ન હોવા છતાં અને ૬૦ વર્ષની સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ મિલકત ગીરો રાખનાર તે મિલકતના મોર્ગેજીને બદલે માલિક બની જતા નથી અને તેટલા માત્રથી ગીરો મૂકનાર કે તેના વારસોનો ગીરોવાળી મિલકતમાંથી હક સમાપ્ત થઈ જતો નથી. કબજા ગીરો પ્રકારના વ્યવહારો અંગે દાવો કરવા માટે લિમિટેશનનો કોઈ બાધ નડતો નથી. ગીરો રાખનાર ગીરોવાળી મિલકત ભોગવતા હોવા છતાં ગીરો મૂકનાર કે તેના વારસો અનુકૂળ સમયે ગીરો છોડાવવા માટે દાવો કરી શકે છે.
તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની જરૂરિયાત હોય, તો મેહરબાની કરીને અમારો સંપર્ક કરવા વિનંતી ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
- Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
- નોટરી / સોગંદનામું
- જન્મ પ્રમાણપત્ર
- લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
- નામ ટ્રાન્સફર વીજળી , મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
- પાન કાર્ડ નવા / કરેક્શન
- gst return filing (through C A)
- આવકવેરા રીટર્ન
- કાનૂની દસ્તાવેજો સુધારાઓ
- મની લોન્ડરિંગ લાયસન્સ
- આરોગ્ય લાઇસન્સ
- વ્યાવસાયિક કર
- નિકાસ આયાત લાઈસન્સ
- ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
- મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
- વેચાણ કરાર, વેચાણ ખત
અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો
સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ
Office:
VERITAS THE TEAM
127,Sahajanand Park
Nr Swaminarayan Temple
Shahibaug Ahmedabad 380004
Ph: 079-40099917,9426497770
Mail :veritas.smeet@gmail.com
www.veritastheteam.com
અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો
સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ
Office:
VERITAS THE TEAM
127,Sahajanand Park
Nr Swaminarayan Temple
Shahibaug Ahmedabad 380004
Ph: 079-40099917,9426497770
Mail :veritas.smeet@gmail.com
www.veritastheteam.com
No comments:
Post a Comment